સુરતનાં પલસાણા તાલુકાના ચલથાણ ખાતે તુલસીપાર્ક સોસાયટીમાં રહેતી માતા-પુત્રીને સોના ચાંદીના દાગીનાં ચમકાવી આપવાની લાલચ આપી બે ઈસમો દાગીના લઈને રફુચક્કર થઈ જતાં પંથકમાં ચકચાર મચી ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં ચલથાણ ખાતે આવેલ તુલસી પાર્ક સોસાયટીમાં માતા અને પુત્રી ઘરે એકલા હતા.
તે સમયે બે ઈસમોએ વાસણ તેમજ સોના ચાંદીના દાગીનાં ચમકાવવાનો પાવડરની લાલચ આપીને ઘરમાં ઘુસ્યા હતા અને બંને માતા પુત્રીને વાતમાં મુગ્ધ બનાવીને એક ડબામાં સોના ચાંદીના દાગીના નાખી એક કલાક પછી ખોલવાનું કહી માતા પુત્રી કઈ સમજે તે પહેલાં બંને માતા પુત્રીની નજર ચૂકવી બંને ઈસમો સોનાંના દાગીના લઈને રફુચક્કર થઈ ગયા હતા. જોઈ આ બંને ઈસમો માતા પુત્રીને ઠગવા આવ્યા હતા.
પરંતુ ભોગબનનારના જણાવ્યા અનુસાર અડધા દાગીના સોનાના નહિ હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જયારે બંને ઈસમો માતા પુત્રીને ઠગીને ભાગી છૂટયા હતા. ત્યારબાદ બંનેને શોધવા તેમની પાછળ દોડતા બંને ઈસમો પળભરમાં જ આંખના પલકારામાં રફુચક્કર થઈ ગયા હતા.
તો બીજી તરફ સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ બંને ઈસમો ગતરોજ સાંજના સમયે રેકી કરતા હોવાનો દાવો કર્યો હતો. પરંતુ કોઈ ઓફિસર કે અધિકારી હશે તેવું જાણી કોઈએ બંને ઠગિયાને કોઈ પ્રશ્ન ન કર્યો હતો. જોકે સદનસીબે બંને ઈસમો દ્વારા ધુતવાનો પ્રયાસ તો કર્યો પરંતુ અડધા દાગીના સોનાના નહિ હોવાથી બંને ઈસમો છેતરાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500