Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Complaint : લગ્નની લાલચ આપી સગીરાને ગર્ભવતી બનાવનાર યુવક સામે પોલીસ ફરિયાદ

  • November 09, 2022 

બારડોલી તાલુકાનાં એક ગામનાં યુવકે 15 વર્ષની સગીરા સાથે લગ્નની લાલચે વારંવાર શરીર સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દેતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જોકે સગીરાની માતાએ બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બળાત્કાર અને પોકસો એક્ટ એહઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, બારડોલીનાં એક ગામનાં રહેતી શ્રમિક પરિવારની 15 વર્ષીય પુત્રીને ગામનાં જ સૂજીત અરવિંદભાઈ હળપતિ (ઉ.વ.22) સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જયારે સૂજીતે સગીરાને લગ્નની લાલચ આપી લાલચવી ફોસલાવી અવારનવાર તેની સાથે મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી તેણીને ગર્ભવતી બનાવી દીધી હતી.

હાલ સગીરાનાં પેટમાં ત્રણ મહિનાનો ગર્ભ છે જે અંગે સગીરાને પરિવારને વાત કરતાં પરિવારનાં સભ્યોના પગ તળેટી ધરતી ખસી ગઈ હતી. દરમિયાન સગીરાની માતાએ ગામનાં જ યુવક સૂજીત અરવિંદ હળપતિ (ઉ.વ.22) દ્વારા કરવામાં આવેલ દુષ્કર્મ અંગે બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. આમ, પોલીસે સગીરાની માતાની ફરિયાદ લઈ સૂજીત હળપતિ વિરુદ્ધ IPCની કલમ 376(2) એન, 376(3) અને પ્રોટેક્શન ઓફ ચાઇલ્ડ ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ 2012ની કલમ 4 અને 6 મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application