સુરતનાં અલથાણ વિસ્તારમાંરહેતું અને સોલાર પ્લાન્ટનું કામ કરતું દંપતી વરાછા સીતાનગર ખાતે સ્કુલમાં ફીટ કરેલા પ્લાન્ટમાં પ્રોબ્લેમ હોય 5 દિવસ અગાઉ રૂપિયા 3.50 લાખ ભરેલી બેગ કારમાં મૂકી પોતાની કાર ઓવર બ્રિજ નીચે પાર્ક કરી સ્કૂલમાં ગયું હતું. તે સમયે અજાણ્યો કારનો દરવાજોનો કાચ તોડી પૈસા ભરેલી બેગ ચોરી ફરાર થઈ ગયો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરતના અલથાણ આગમ હાઈટ્સ સનફ્લાવર-2/બી ફ્લેટ નંબર-906માં રહેતું દંપતી રીતીકાબેન અને જતીનભાઈ હરીશભાઈ ખન્ના સોલાર પ્લાન્ટનું કામ કરે છે. જોકે તેમની ઓફિસ પીપલોદ ખાતે આવેલી છે અને ગત તા.24નાં રોજ સવારે તેઓ રૂપિયા 3.50 લાખ બેંકમાં જમા કરાવવાના હોય તે પૈસા લેપટોપ બેગમાં મૂકી ઘરેથી કામ માટે પોતાની કાર નંબર જીજે/05/આરપી/4269માં નીકળ્યા હતા.
જોકે અડાજણ ખાતે સાઈટ વિઝીટ કર્યા બાદ તેઓ વરાછા સીતાનગર સ્થિત શ્રીનચીકેતા વિધાનિકેતન સ્કુલમાં ફીટ કરેલા સોલાર પ્લાન્ટમાં પ્રોબ્લેમ હોય પોતાની કાર સ્કુલની સામે ઓવરબ્રિજ નીચે પાર્ક કરી સ્કૂલમાં બપોરે 12.45 કલાકે ગયા હતા. જયારે દંપતી બપોરે 2.30 વાગ્યે પરત ફર્યું ત્યારે કારની ડાબી સાઈડ પાછળની સીટના દરવાજોનો કાચ તૂટેલો હતો અને અંદર પૈસા ભરેલી બેગ નહોતી જેથી આજુબાજુ તપાસ કર્યા બાદ પોતાની રીતે શોધખોળ કર્યા બાદ છેવટે રીતીકાબેને ગતરોજ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500