Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તીન પત્તીનો જુગાર રમતા સાત જુગારીઓ પકડાતાં પોલીસ કાર્યવાહી

  • May 30, 2022 

સુરતનાં કામરેજ તાલુકાનાં નવાગામની સીમમાં નવી વસાહત ખાતે પૈસા વડે હારજીતનો તીન પત્તીનો જુગાર રમતા 7 જુગારીઓને કામરેજ પોલીસે ઝડપી પાડી રોકડા રૂપિયા, મોબાઈલ ફોન અને મોપેડ મળી કુલ રૂપિયા 71,360/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ, સુરત જિલ્લાના કામરેજ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા તેમણે નવાગામ ખાતે નવીવસાહતમાં રણજીતભાઇ કરસનભાઇ ભાલીયાના મકાનની પાછળ વાડામાં રેડ કરી હતી.




જ્યાં કેટલાક વ્યક્તિઓ ગોળ કુંડાળાંમાં બેસી જાહેરમાં પૈસા વડે તીન પત્તીનો હારજીતનો જુગાર રમી રહ્યા હતા જેથી પોલીસે જુગાર રમી રહેલ સાત વ્યક્તિઓને ઝડપી પાડ્યા હતા અને તેમની પાસેથી પોલીસે દાવ પરના તેમજ અંગઝડતીના, મોબાઈલ ફોન તેમજ એક મોપેડ બાઇક નંબર જીજે/05/એસઝેડ/6656 મળી કુલ રૂપિયા 71,360/-નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


 

ગોળ કુંડાળું કરી તીન પત્તીનો હારજીતનો જુગાર રમતા સાત જુગારીઓ પકડાયા


1.પ્રવીણભાઈ કાલિદાસભાઈ ભાલીયા (રહે.નવાગામ,નવી વસાહત,કામરેજ),

2.દિપક કિશનભાઈ પટેલ (રહે.નવાગામ,નવી વસાહત,કામરેજ),

3.હનીફ જુસફ પીંજારા (રહે.લસકાણા,મહિડાનગર,સુરત),

4.દિનેશ બચુભાઈ ઓગાણીયા (રહે.વાવ ગામ,શ્રીજી સોસાયટી,કામરેજ),

5.જીજ્ઞેશ દલપત પટેલ (રહે.નવાગામ,હાઇવે ફળિયું,કામરેજ),

6.સુરેશ ચંદુભાઈ પટેલ (રહે.નવાગામ,હાઇવે ફળિયું) અને

7.સંજય જયંતિ પટેલ (રહે.નવાગામ,નવી વસાહત,કામરેજ).




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application