સુરતનાં કોસંબા વિસ્તાર માંથી સ્કૂલની પાછળ આવેલ જર્જરીત બિલ્ડિંગનાં પાછળનાં ભાગેથી ખુલ્લાંમાં જુગાર રમતા 10 જુગારીઓને ઝડપી પાડી પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમા ગેરકાયદેસર વિદેશી દારૂ તેમજ જુગારની પ્રવૃતિ શોધી કાઢવા બાબતે પોલીસ કોસંબા વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા.
તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે, ડિવાઈન ઇનટરનેશનલ સ્કુલની સામે ડિવાઈન સોસાયટીમાં જવાના રસ્તાની બાજુમાં આવેલ જર્જરિત બિલ્ડીગની પાછળ ખુલ્લામાં જાહેરમાં કેટલાક ઇસમો ગંજી પાના વડે હાર-જીતનો જુગાર રમી રમાડે છે.
જે બાતમી આધારે પોલીસ સ્ટાફનાં માણસો બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્થળ ઉપરથી 10 ઇસમો જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા હતા, જોકે પોલીસે ઘટના સ્થળેથી જુગારમાં દાવ પરના રોકડા રૂપિયા 3500/-/ તેમજ તમામ પાસેથી અંગઝડતીના રોકડા રૂપિયા 17,200/- અને 10 નંગ મોબાઇલ તથા જુગાર રમવા માટે લઇને આવેલા વાહનો જેમાં એકટીવા અને મોટરસાયકલો મળીને કુલ 7 વાહનો મળી કુલ રૂપિયા 4,52,200/-નો મુદ્દામાલ કબ્જે કરી તમામ વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
જુગાર રમતા ઝડપાયેલ 10 જુગારીઓ....
1.ભરતસિંહ બચુજી ઠાકોર (ડો.રમેશભાઇના દવાખાના પાછળ, કોસંબા),
2.અલ્પેશકુમાર ચંદુજી ઠાકોર (રહે.તરસાડી, ઠાકોર વાસ),
3.સુખદેવભાઇ ઠાકોરભાઇ વસાવા (રહે.તરસાડી, દાદરી ફળિયું),
4.હિરેનકુમાર અર્જુનસિંહ કોસાડા (રહે. ઉટીયાદરા ગામ, બ્રામ્હણ ફળીયુ),
5.ચિરાગકુમાર રમેશભાઇ પરમાર (રહે.જાગનાથ સોસાયટી, પંડવાઇ સુગર રોડ, તરસાડી),
6.નવઘણભાઇ તળજીયાભાઇ રબારી (રહે.તરસાડી, રબારી વાસ),
7.રાજેશકુમાર રામચંદ્રજી માલી (રહે.તરસાડી, સંસ્કારદીપ સોસાયટી),
8.પિંકલકુમાર શશીકાંતભાઇ ટેલર (રહે.યશ-સ્ક્વેર એપાર્ટમેન્ટ, સંસ્કારદીપ સોસાયટીની સામે),
9.પિયુષકુમાર જિતેંદ્રભાઇ જોશી (રહે,તરસાડી, સલીમ ટોકીઝની પાસે) અને
10.ભરતભાઇ વસંતભાઇ સુરતી (રહે.ડીવાઇન રેસીડેન્સી).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500