Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મહિલાએ બાળક સાથે ઝેરી દવા પી લેતાં બંનેનાં મોત

  • May 20, 2022 

સુરતનાં કાપોદ્રા વિસ્તારમાંથી એક મહિલા અને બાળક સાથે ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવતા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં માતા પુત્રના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે. પોલીસ પાસેથી મળેલી વિગત મુજબ, કાપોદ્રા વિસ્તારમાં ઝડફિયા સર્કલ પાસે બુધવારે બપોરે એક અજાણી મહિલા અને તેમની પાસે બે વર્ષના બાળક ઝેરી દવા પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જોકે કાપોદ્રા વિસ્તારમાં કાપોદ્રા પોલીસ મથકના પી.આઇ પેટ્રોલિંગ કરી રહ્યા હતા.



તે સમયે ઝડફિયા સર્કલ પાસે ઘણા લોકો એકત્ર ગયા હતા. જેમાં કેટલાક વ્યકિત મોબાઇલમાં ફોટો અને વિડીયો પણ ઉતારતા હતા. જોકે પી.આઇ તરત ધસી ગયા હતા. ત્યારે મહિલા અને બાળક બેભાન હાલતમાં હોવાથી તરત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મહિલાના મોત બાદ વહેલી સવારે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.



તપાસ દ્વારા કાપોદ્રા પોલીસ મથકના પી.એસ.આઇ.એ જણાવ્યુ હતુ કે, પી.આઇની સુચનાથી મહિલા અને બાળકની ઓળખ થાય તે માટે ડી સ્ટાફ સહિતના પોલીસ જવાનોની ટીમ આજુબાજુના વિસ્તારમાં અને સોસાયટીમાં તપાસ કરી હતી. બાદમાં પોલીસ મથકોમાં આ અંગે વાયરલેસ પર મેસેજ પાસ કર્યો હતો. તે દરમિયાન સરથાણા પોલીસ મથકમાં મહિલા અને બાળક ગુમ થવા અંગેની જાણ કરવા તેમના પરિવારના સભ્યો અને સબંધી પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તેઓને સ્મીમેર હોસ્પિટલ જવાનું કહ્યુ હતુ.



વધુમાં તેમણે કહ્યુ કે, મહિલા અને બાળકની ઓળખ થઈ હતી. મહિલાનું નામ ચેતના જીગ્નેશ ગજેરા (ઉ.વ.31, રહે.શિવધારા કોમ્પલેક્ષ, સરથાણા) અને તેમનો બે વર્ષનો પુત્ર અંશ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ચેતના મૂળ અમરેલીના સાવરકુંડલાના વતની હતા. તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. તેમના પતિ હીરાના કામ સાથે સંકળાયેલા છે.





ચેતનાએ પડોશીઓને કચરુ નાખવા જવાનું કહીને પુત્રને લઇને ઘરની બહાર ગઇ હતી

ચેતનાએ બુધવારે બપોરે પતિ સાથે ફોન પર વાતચિત કરી હતી. જેમાં પુત્રની તબિયત બરાબર નહી હોવાનું ચેતનાએ કહ્યુ હતુ. ત્યારબાદ ચેતનાએ પડોશીઓને કચરુ નાખવા જવાનું કહીને પુત્રને લઇને ઘરની બહાર ગઇ હતી. જોકે ઘણા સમય સુધી તે પરત નહી આવતા પરિવાર સહિતના લોકો શોધખોળ કરી હતી. પણ તેની ભાળ નહી મળતા તેમના પરિવારજનો સરથાણા પોલીસ મથકમાં ગયા હતા. બાદમાં આ બનાવ અંગે જાણ થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application