સુરત ગ્રામ્ય જિલ્લા વિસ્તારમાં પ્રોહી તેમજ જુગાર અસરકારક કામગીરી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપી જેના આધારે એલ.સી.બી. શાખાનાં ટીમ કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દેશી અને વિદેશી દારૂની પ્રવૃત્તિ અટકાવા માટે કામરેજ વિસ્તારમાં ખાનગી રાહે પેટ્રોલીંગમાં હતા.
તે દરમિયાન જોખા ચાર રસ્તા ઉપર આવતા એલ.સી.બી. નાઓને બાતમી મળી હતી કે, “જોખા ગામની સીમમાં, ઉત્સવ ફાર્મની પાછળ શેરડીના ખેતરમાં જોખા ગામમાં રહેતા બુટલેગર મનોજભાઇ ઉર્ફે કાલુ શીવાભાઇ ગામીત નાએ વિદેશી દારૂનો જથ્થો ઉતારેલ હોય અને તેની સુઝુકી એક્સેસ બાઈક ઉપર માલ કાર્ટીગ કરે છે અને દારૂનો જથ્થો ઉત્સવ ફાર્મનો વોચમેન પુનાભાઇ સાચવે છે.
જે બાતમી મળતા પોલીસ બાતમી આધારે રેડ કરી શેરડીનાં ખેતર છુટો છવાયો મુકેલો દારૂનો જથ્થો શોધી કાઢ્યો હતો અને સ્થળ ઉપરથી જોખા ગામનાં બુટલેગર મનોજભાઇ ઉર્ફે કાલુ શીવાભાઇ ગામીત તથા ઉત્સવ ફાર્મનો વોચમેન પુનાભાઇ ખાલપાભાઇ રાઠવા નાને ઝડપી પાડી વિદેશી દારૂનો જથ્થો લાવનાર લઇ જનાર તથા સગેવગે કરનાર આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓના વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500