Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : રોડ ક્રોસ કરી રહેલ શખ્સનું અજાણ્યા વાહન અડફેટે આવતાં મોત

  • September 01, 2022 

તાંતીથૈયા ખાતે સંયુક્ત કુટુંબમાં રહેતો એક શખ્સ મોડી સાંજે નોકરી પુરી કરી જમવા માટે હોટલમાં જઈ રહ્યો હતો ત્યારે રોડ ક્રોસ કરતી વખતે અજાણ્યા વાહને ટક્કર મારતા ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતુ. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ બિહારનાં શિવાંન જિલ્લાનાં અને હાલ પલસાણા તાલુકાનાં તાંતીથૈયા ખાતે નક્ષત્ર રેસીડેન્સીનાં મકાન નંબર-578માં રહેતા પ્રહલાદસિંહ રાજનારાયણસિંહ રાજપુત જેઓ પલસાણા ખાતે કાલાઘોડા ખાતેની ગ્રીનઝા કંપનીમાં JCBનાં ઓપરેટર તરીકે ફરજ બજાવે છે.




જોકે ગત સોમવારનાં રોજ મોડી સાંજે તેઓ જમવા માટે નેશનલ હાઈવે નંબર-48 ક્રોસ કરી રીલીફ હોટલમાં જમવા માટે જઈ રહ્યા હતા. તે સમયે એકાએક અમદાવાદથી મુંબઈ જતા ટ્રેક પર અજાણ્યા વાહન ચાલકે પ્રહલાદસિંહને અડફેટે લેતા પ્રહલાદસિંહનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. જોકે મોડી સાંજે એક રાહદારીએ પ્રહલાદસિંહના ફોન પરથી સંબંધીને ફોન કરને જાણ પરિવારને ઘટનાની જાણ થઈ હતી. ઘટના અંગે મૃતક નાનાભાઈ ઉત્તમકુમાર રાજપૂતે પલસાણા પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ નોંધાવી આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application