Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગરુડેશ્વરનાં જંગલ વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળી

  • March 26, 2025 

નર્મદા જિલ્લાનાં ગરુડેશ્વર તાલુકાનાં થવડિયા ધીરખાડી, માંડણ ચીનકુવા, મોટા આંબા વિસ્તારમાં આવેલા જંગલ વિસ્તારની અંદર સાંજનાં સમયે અચાનક આગ ફાટી નીકળી હતી. ગોરા રેન્જની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને વન વિભાગના ૭૦થી વધુ કર્મચારીઓએ આ આગને ઓલવી નાખી હતી.

આગના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી. ઘટનાની જાણ થતા કેવડિયા વિસ્તાર વન વિભાગની ટીમ આર.એફ.ઓ. અને તેઓની ટીમના ૭૦થી વધુ વન વિભાગના કર્મચારીઓ જંગલમાં પહોંચી ગયા હતા અને આગને ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને આખરે આગને પાણી બ્લોવર. તેમજ અન્ય ચીજ વસ્તુઓનો લીલા પાંદડા વિગેરે નો ઉપયોગ કરીને હોલવી નાખી છે. વધુમાં વન વિભાગ દ્વારા દવ રેખા બનાવીને જંગલને વધુ આગથી નુકસાન થતું રોકવાના પ્રયાસ કરવામાં આવે છે. આ આગ આકસ્મીક લાગી હોવાનું વન વિભાગનું કહેવું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application