Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નોઈડામાં હાઈવે પર અકસ્માત : ગાઢ ધુમ્મસમાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અડધો ડઝનથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા

  • December 18, 2024 

દેશમાં અનેક રાજ્યોમાં ધુમ્મસ તબાહી મચાવી રહ્યું છે. નોઈડાના દાદરી કોતવાલી વિસ્તારના દાદરી બાયપાસ પર સવારે ધુમ્મસના કારણે હાઈવે પર અનેક વાહનો અકસ્માતનો ભોગ બન્યા હતા. ગાઢ ધુમ્મસમાં વિઝિબિલિટી ઓછી હોવાને કારણે અડધો ડઝનથી વધુ વાહનો એકબીજા સાથે અથડાયા હતા.


મળતી માહિતી પ્રમાણે સૌથી પહેલા મહિન્દ્રા મેક્સ અને કેન્ટર પહેલા અથડાયા હતા. ત્યાર બાદ પાછળથી આવી રહેલા વાહનો ધડાકાભેર અથડાવા લાગ્યા. હાઈવે પર ઓછી વિઝિબિલિટીના કારણે કેટલાક વાહનો રસ્તાની બાજુની રેલિંગ સાથે પણ અથડાયા હતા. આ અકસ્માત બિશારા ફ્લાયઓવરથી બુલંદશહેર તરફ જતા રોડ પર થયો હતો. પોલીસને ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અકસ્માતમાં ઘણા લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જેથી દાદરી કોતવાલી પોલીસ તાત્કાલિક રાહત અને બચાવ કાર્યમાં લાગી ગઈ હતી.  અકસ્માતમાં નુકસાન પામેલી ગાડીઓને ક્રેનની મદદથી રોડ પરથી હટાવવામાં આવી રહ્યા છે. જેથી અન્ય બીજા આ વાહનો સાથે અથડાય નહી. માહિતી પ્રમાણે હજુ પણ વિઝિબિલિટી ઘણી ઓછી છે. જેના કારણે પોલીસ ઘટનાસ્થળે તહેનાત કરી દેવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application