Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ચાંદખેડા ખાતે રહેતા નર્સ મહિલાનું અકસ્માતમાં મોત નિપજ્યું

  • January 31, 2025 

ગાંધીનગર શહેરના ગ-૫ પાસે મોપેડ ઉપર જઈ રહેલા માતા પુત્રીને પૂરઝડપે જતા ડમ્પર અડફેટે લીધા હતા. જે અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ મહિલાનું મોત થયું હતું. ઘટના અંગે સેક્ટર ૨૧ પોલીસે ડમ્પરના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે. સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે ચાંદખેડા ખાતે રહેતા અને યુ એન મહેતા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા તરુણાબેન કનુભાઈ પ્રજાપતિ આજે સવારના સમયે તેમની પુત્રી રુચિતા સાથે મોપેડ ઉપર સેક્ટર ૨૪માં કામ અર્થે આવ્યા હતા. જ્યાંથી કામ પૂર્ણ કરીને તેઓ મોપેડ ઉપર પરત ચાંદખેડા જવા માટે નીકળ્યા હતા.


આ દરમિયાન શહેરના ગ-૫ સર્કલ પાસે પૂર ઝડપી જઈ રહેલા ડમ્પરે તેમના મોપેડને ટક્કર મારી હતી અને જે અકસ્માતમાં તરુણાબેન અને તેમની પુત્રી નીચે ભટકાયા હતા. જોકે ગંભીર ઇજાઓને કારણે તરુણાબેનનું સ્થળ ઉપર જ મોત થયું હતું. અકસ્માતની આ ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. અકસ્માત સર્જીને ડમ્પરનો ચાલક ભાગી ગયો હતો. જોકે પોલીસે તેને ઝડપી લીધો છે હાલ આ અંગે સેક્ટર ૨૧ પોલીસ દ્વારા ડમ્પરના ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application