નવસારીનાં આમડપોર પાસે એક વાડીમાં લાકડા કાપતા અચાનક ઝાડ કપાય વીજળીનાં તાર પર પડતા સિમેન્ટનો વિજ થાંભલો ઝાડ કાપતા યુવક ઉપર પડતા માથાનાં ભાગે ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. મળતી માહિતી અનુસાર, નવસારી તાલુકાના ભૂંનવાડી (બુટલાવ)માં રહેતા મુકેશ બાલુભાઈ હળપતિએ ગ્રામ્ય પોલીસમાં જાણ કરી કે, તેમના નાના ભાઈ નરેશભાઈ બાલુભાઈ હળપતિ તેમના માતા-પિતા અને પત્ની અને 3 સંતાનો સાથે રહે છે. નરેસભાઈ હળપતિ લાકડા કાપવાની મજૂરી કામે જતા હતા. જોકે શનિવારે તેઓ બીજા યુવાન સાથે આમડપોર ખાતે આવેલ શીતલ વાડી ફળીયામાં આવેલ સતિષભાઈ માંહ્યવંશીની વાડીમાં લાકડા કાપતા હતા.
ત્યારે બપોરે 12.15 વાગ્યાનાં સુમારે લાકડા કાપતા હતા ત્યારે ઝાડ કપાઈ બંધ વીજ લાઈનના તાર ઉપર પડ્યો હતો અને નજીકમાં જ સિમેન્ટનો ઇલેક્ટ્રિક થાંભલો ઝાડ કાપતા નરેશભાઈ હળપતિનાં માથા ઉપર અને જમણા પગની ઘૂંટી ઉપર પડતા ગંભીર ઇજાને પગલે નરેશભાઈને સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું. મૃતક નરેશભાઈનું ગરીબ પરિવાર અને માતા-પિતા સાથે રહેતા હતા અને 3 નાના બાળકો પણ નોંધારા બન્યા હતાં. જયારે આ ગરીબ પરિવારને સરકાર સહાય કરે તેવી સ્થનિકોએ માંગ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application