નવસારીનાં વિરવાડી તપોવન વિસ્તારમાં રાત્રિના સમયે નિર્જન સ્થળે આવેલ દિવાલ પર દીપડો આરામથી પસાર થતાં હોવાથી પંથકનાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. બનાવની વિગત એવી છે કે, સ્થાનિક દિનેશભાઇ પટેલે જણાવ્યું કે, બે દિવસ પહેલા વિરવાડી તપોવન વિસ્તારમાં એક કપલ ફરવા ગયું હતું ત્યાં દીપડો આરામ કરતો જોવા મળ્યો હતો. જોકે દીપડાનાં આંટાફેરાને લઇ સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. જયારે છેલ્લા 20 દિવસમાં બોદાલી ગામેથી બે દીપડા વન વિભાગે મૂકેલા પાંજરામાં પૂરાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application