નવસારીનાં વાંસદા વગઈ માર્ગ પર કાર ડિવાઈડર સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં બે યુવકનાં મોત નિપજ્યા હતા. જ્યારે અન્ય બે યુવકને ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વાંસદા તાલુકાનાં ચારણવાડા ગામ નજીક કાર ધડાકાભેર ડીવાઈડર સાથે અથડાઈને પલટી મારી ગઇ હતી. જોકે કારની સ્પીડ એટલી હતી કે, અકસ્માતમાં કારનો ભૂખો બોલાઈ ગયો હતો. જયારે આ અકસ્માતમાં પાર્થ વજુભાઈ ડોબરીયા (ઉ.વ.24) અને વિકેન રાકેશભાઈ ખાંટ (ઉ.વ.22) બંનેનાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા હતા. જ્યારે અન્ય બે યુવકો નીરજ પ્રકાશ ડોબરીયા (ઉ.વ.22) અને હર્ષિલ કાનજીભાઈ ઠુમ્મર નાઓને સારવાર અર્થે વાંસદાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયારે કારમાં સવાર ચારેય યુવકો અંકલેશ્વરની ઓમ એન. ફાર્મા કંપનીના કર્મચારી હોવાનું તપાસમાં સામે આવ્યું છે અને ચારેય મિત્રો સાપુતારા ફરવા નીકળ્યા હતા. અકસ્માત અંગે વાંસદા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application