Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક માંથી રૂપિયા 9.31 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક ઝડપાયો

  • July 09, 2022 

નવસારી વેસ્મા ઓવર બ્રિજ પાસે એક હોટલનાં પાર્કિંગમાં મુકેલી ટ્રકમાંથી સિમેન્ટનાં બ્લોક નીચે છૂપાવીને લઈ જવાતો રૂપિયા 9.31 લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનાં જથ્થા સાથે ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, નવસારી એલ.સી.બી. પોલીસ સ્ટાફનો  માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે, મુંબઇથી અમદાવાદ જતા નેશનલ હાઈવે નંબર-48 પર વેસ્મા ઓવર બ્રિજનાં છેડેથી ક્રિષ્ના પાર્ક હોટલનાં પાર્કિંગમાં તપાસ કરી હતી.




જોકે પોલીસને તપાસ દરમિયાન ટ્રક નંબર RJ/19/GB/6254માંથી સિમેન્ટનાં બ્લોકની આડમાં 166 પૂંઠાના બોક્ષમાં 528 નંગ બોટલો મળી આવી હતી જેની કિંમત રૂપિયા  9.31 લાખ હતી. ત્યારબાદ પોલીસે ટ્રક ચાલક મુકેશભાઇ સંતોષભાઇ સિરસા (હાલ રહે. અંબિકાપાર્ક સોસાયટી, ડીંડોલી) નાની ધરપકડ કરી હતી.




જ્યારે આ મુદ્દામાલ ટ્રક ચાલકને રામો ઉર્ફે રામભાઈ નામનાં યુવાને ભીલાડથી આગળ ગુજરાત બોર્ડર પાસેથી બ્લોક ભરી આપ્યા હતા અને ભીખત નામના યુવાને આ ટ્રક કડોદરા લઈ જવાની હોવાનું જણાવ્યું હતું. આમ, પોલીસે દારૂ સહિત ટ્રક મળી કુલ રૂપિયા 20.14 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application