બીલીમોરા પાલિકા દ્વારા ચોમાસામાં જોખમરૂપ શહેરમાં આવેલી જર્જરિત ઇમારતોનાં સર્વેની કામગીરી હાથ ધરી હતી. પાલિકા તંત્રએ 12થી વધુ જર્જરિત મિલકતોને નોટિસ પાઠવી આ જર્જરિત મિલકતોને દુરસ્તીની અથવા તો વધુ જર્જરિત મિલકતોઓને ઉતારી લેવાની નોટિસ પાલિકા તંત્ર દ્વારા મિલકત ધારકોને આપવામાં આવી છે. ચોમાસું હળવે પગલે દક્ષિણ ગુજરાતમાં પગલાં માંડી રહ્યું છે. ચોમાસા પૂર્વે પાલિકા દ્વારા શહેરની તમામ ઈમારતો મકાનો અને અન્ય બાંધકામનો સર્વે હાથ ધરી કોઈ ઇમારતોનાં કારણે કોઈ અઘટિત ઘટના ઘટે નહીં તે માટે અગમચેતીના પગલાં લઈ જોખમ ટાળવા પ્રયત્ન હાથ ધર્યા હતા.
પાલિકા દ્વારા સર્વે કરાયેલ મિલકતો પૈકી 12 જેટલી મિલ્કતો જર્જરિત હોવાનું જણાયું હતું. જેથી પાલિકાએ ચોમાસામાં દુર્ઘટનાં પાલિકા તંત્ર એ કોઈ દુર્ઘટના ઘટે તે પહેલાં અગમચેતીના પગલારૂપે આવી જર્જરિત જણાતી ઇમારતોની સર્વેની કામગીરી હાથ ધરી છે અને જર્જરિત મિલકત નજરે પડે તો તેવી મિલકતોને ભય મુક્ત કરાવાની યા અત્યંત જોખમકારક મિલકતોને ઉતારી પાડવા માટે પાલિકા દ્વારા નોટિસ પાઠવાઇ છે. પાલિકા દ્વારા સર્વે કરી જર્જરિત મકાનોમાં ઠેર-ઠેર પોપડા ખરી રહ્યાં છે, દિવાલોમાં તિરાડો, પ્લાસ્ટર ઉખડી ગયા છે, ઘણી જગ્યાએ તો સળિયા પણ દેખાઈ રહ્યા છે ત્યારે પાલિકા તંત્ર સર્વે બાદ આ બધી મિલકત ધારકોને નોટિસ આપવાની કાર્યવાહી પાલિકાએ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application