Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Accident : ડમ્પર અને મોપેડ વચ્ચેનાં અકસ્માતમાં મોપેડ ચાલકનું મોત, ડમ્પર ચાલક વાહન મુકી ફરાર

  • August 25, 2022 

નવસારીનાં ધોળાપીપળા નજીક ડમ્પરે મોપેડ ચાલકને અડફેટે લેતા મોપેડ ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જોકે આ અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન મુકીને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, નવસારીનાં હાઇવે નંબર-48થી ધોળાપીપળા સ્ટેટ હાઇવે પર ગતરોજ રાત્રે મોપેડ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા મોપેડ ચાલકનું ઘટના સથે મોત નીપજ્યું હતું.




જયારે નવસારી શહેરમાં રહેતા રણછોડભાઈ માહ્યાવંશીનું આ અકસ્માતમાં મોત નીપજ્યું હતું અને અકસ્માત બાદ ડમ્પર ચાલક પોતાના કબ્જાનું વાહન છોડી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી ભાગી છુટેલ ડમ્પર ચાલકને શોધવાની કામગીરી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application