Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા : ખાડીમાં સ્નાન કરવા ગયેલ યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત

  • June 25, 2023 

નર્મદા જિલ્લાનાં કેવડીયા તરફની ખાડીમાં સ્નાન કરવા ગયેલ યુવક ઊંડા પાણીમાં ગરકાવ થતાં યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. મળતી માહિતી મુજબ, અક્ષય રઘુભાઇ તડવી (ઉ.વ.18., રહે.વ્યાધર, તા.તિલકવાડા, જિ.નર્મદા)નાઓ ગતરોજ બપોરનાં સમયમાં ગભાણા ગામે ખાડી કિનારે નાહવા માટે ગયા હતા. તે સમયે કિનારા પરથી પાણીમાં કુદકો મારતા ઉંડા પાણીમાં નાહવા માટે પડતા તરતા બરાબર આવડતુ ન હોઇ જેથી પાણીમાં ડુબી જતાં તેનું મોત નિપજ્યું હતું, જયારે સ્થાનિક તરવૈયા અને પોલીસ કાફલો દોડી આવી આ યુવકની શોધખોડ કરતા મોડી સાંજે મળી આવેલ હતો. જોકે પોલીસે યુવકને મૃત જાહેર કરી કેવડીયા પોલીસે અકસ્માત દાખલ કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application