ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાંથી શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં વોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતાં પંથકમાં ચકચાર મચી હતી. મળતી માહિતી મુજબ, મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજુગતુ લાગ્યું હતું આથી તેઓએ પોલીસને જાણ કરી હતી.
બનાવની જાણ પતાની સાથે જ વાલીવા પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોયું હતું તો પતિ અને પત્નીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ત્યારે તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા છે. આ અંગેની જાણ થતાની સાથે જ ઝઘડિયા એ.એસ.પી. અજય કુમાર મીણા સહિત કાઈમ ખાન્ય અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની એ જન્સીઓ નાઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. આમ, પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application