સુરત જિલ્લાના કામરેજનાં નનસાડ ગામની રાજસ્થાની પરિણીતાએ ઘરે અચાનક આત્મહત્યા કરી લીધી હતી. મળતી માહિતી મુજબ, કામરેજનાં નનસાડ ગામની સીમમાં આવેલી હરીનંદન રેસીડેન્સી ખાતે રહેતા અને મુળ રહે બાન્તા ગામ જી.પાલી (રાજસ્થાન)નાં બાબુલાલ કાનારામ ચૌધરીની પત્ની સિમાદેવી, પાંચ વર્ષીય પુત્ર લક્ષ સાથ નાના ભાઈ દિનેશ રહે છે અને કામરેજમાં હાર્ડવેર અને ફર્નિચરની દુકાન ચલાવે છે.
કાનારામભાઈ દુકાને નિકળી ગયા હતા. ત્યાર ઘરેથી નાના ભાઈ દિનેશનો કાનારામ પર ફોન આવ્યો કે ભાભીએ ગળે ફાંસો ખાઈ લીધો છે. તમે જલદી ઘરે આવો આ વાત સાંભળી કાનારામ તાત્કાલીક ઘરે દોડી ગયા હતા. કાનારામભાઈએ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતી પત્નીને નીચે સારવાર અર્થે નજીકની હોસ્પિટલ લઇ ગયા હતા. પરંતુ જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ સિમાદેવીને મૃત ઘોષીત કર્યા હતા. આમ સિમાદેવીએ કયા કારણોસર આત્મહત્યા કરી તે જાણવા કામરેજ તપાસ કરી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application