Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ગંગાધર ચાર રસ્તા કટ પાસે બાઈકને અડફેટે લેતા એક શખ્સનું ઘટના સ્થળ પર મોત નિપજ્યું

  • February 09, 2025 

બારડોલી કડોદરા હાઈવે પર ગંગાધર ચાર રસ્તા કટ પાસે સુરતના કાર ચાલકે બાઈકને અડફેટે લેતા બાઈક પર બેસેલા શખ્સનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું કરુણ મોત નિપજ્યું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પલસાણા તાલુકાના ગંગાધર બજાર વિસ્તારમાં રહેતા જયેશભાઈ જેકીશનભાઈ પ્રજાપતિ તેના કાકા નાનુભાઈ ભુલાભાઈ રાઠોડ સાથે બાઈક પર કામ અર્થે ગયા હતા જેઓ કામ પતાવીને સોયાણી ગામથી ગંગાધરા તરફ પોતાના ઘરે બાઈક પર આવી રહ્યા હતા.


તેઓ રોડ ક્રોસ કરતા હતા તે વખતે બારડોલી તરફથી આવતી હોન્ડા સીટી કાર નંબર GJ-06-DO-3535ના ચાલક મિલન હરગોવિંદભાઈ લીમ્બાણી (રહે.બરોડા પ્રેસ્ટીઝ ખોડીયારનગર રોડ, બજરંગ સોસાયટી, વરછા, સુરત)એ જયેશભાઈની બાઈકને અડફટમાં લેતા નાનુભાઈ રાઠોડને માથાના ભાગે તથા પગના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુમોત નિપજ્યું હતું. જયેશભાઈ પ્રજાપતિ પગમાં ગંભીર ઈજાઓ થતાં લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે બારડોલી ખાતે લઈ ગયા હતા. આ અંગે જાણ થતાં નાનુભાઈ રાઠોડનાં ભત્રીજા સરસિધ શૈલેષભાઈ રાઠોડે ગંગાધર આઉટ પોસ્ટ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application