કામરેજનાં ખડસદ ગામની મહિલાએ જીવનથી કંટાળી ફાંસો ખાધો હતો. સુરત સ્મીમેરમાં સારવાર દરમિયાન મોત થયુ હતુ. આપઘાત કરતાં પહેલા સુસાઇડ નોટ લખી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં ખડસદ ગામની સીમમાં આવેલા ઓમ રેસીડંશી વિભાગ બી 16/303માં રહેતા ભરતભાઇ ધીરૂભાઇ બોધાણી (ઉ.વ.45, મુળ રહે.પીપડીયા ગામ, બાબરા જી અમરેલી) નાની પત્નિ રંજનબહેન ભરતભાઇ બોધાણી (ઉ.વ.45) નાએ ગત તા.18-5-2022નાં સવારે 6 પહેલા પોતાનાં ઘરનાં બેડરૂમમાં આવેલા પંખા સાથે કપડાનો દુપટ્ટોં બાંધી ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
જયારે રંજનબેનને તરત જ સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવાતાં બપોરે 12.30 વાગે મોત નીપજ્યું હતું તેમજ રંજનબેને આપઘાત કરતાં પહેલાં એક ચિઠ્ઠી લખી હતી, જેમાં પોતે જીંદગીથી કંટાળી આ પગલું ભરૂં છું. આમાં કોઇનો વાંક નથી, મને માફ કરજો જય શ્રી કૃષ્ણ લખી કોઇ અગમ્ય કારણસર ફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500