સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ કામરેજ વિસ્તારમાં ગતરોજ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે, કામરેજના આંબોલી ગામની સીમમાં સપનાનગરમાં સંજયભાઇ ભરવાડની માલીકીની દુકાનમાં તેમજ અન્ય એક દુકાનમાં ઇકબાલ બાઉદ્દીન સમાં નામનો ઈસમ જુદા-જુદા 10 યંત્રોના નિશાની ઉપર ઓનલાઈન વરલી ફીચરના આંકડા ઉપર જુગાર રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે એલસીબી પોલીસની ટીમે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા સ્થળ પરથી જુગાર રમી રમાડી રહેલ 15 ઈસમ સહિત કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરને ઝડપી પાડ્યો હતો
ત્યારબાદ પોલીસે રોકડા રૂપિયા 17,280/- તથા અંગઝડતીના રૂપિયા 43,080/- તથા ઇનોવા કાર માંથી મળેલ રોકડા રૂપિયા 1 લાખ કમ્પ્યુટર સેટ નંગ-૩ જેની કીંમત રૂપિયા 60,000/- તથા ટીવી સ્ક્રિન નંગ-૩ જેને એકીન્મત રૂપિયા 45,000/- તથા આરોપીઓની અંગઝડતી માથી મળેલ 13 નંગ મોબાઇલ તથા અલગ-અલગ વાહનો 5 આં કુલ મળી રૂપિયા 9,17,360/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે ઓનલાઇન જુગાર રમાડનાર હરેશભાઇ (રહે.વડોદરા) તથા જુગાર રમાડવા માટે દુકાન પુરી પાડનાર સંજયભાઇ ભરવાડ (રહે.આંબોલી ગામ,કામરેજ) નાને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500