Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાના બગુમરા ખાતે મિલેટ્સ પાકોનું મહત્વ અંગે તાલુકા કક્ષાનો જાગૃતિ સેમિનાર અને કૃષિ મેળાને ખુલ્લો મુકતા જિલ્લા પંચાયત પ્રમુખ

  • October 31, 2023 

યુનો દ્વારા વર્ષ-૨૦૨૩ને 'ઈન્ટરનેશનલ યર ઓફ મિલેટ્સ' તરીકે ઉજવવામાં આવી રહ્યું છે, સમગ્ર ભારતમાં ગુજરાતમાં તાલુકા કક્ષાએ મિલેટ્સની ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના અવસરે જિલ્લા ખેતીવાડી વિભાગ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સુરત જિલ્લામાં પલસાણા તાલુકાના બગુમરા ગામે તાલુકાકક્ષાનો  ‘મિલેટ્સ પાકોના ન્યુટ્રીશનલ વેલ્યુ જાગૃતિ અભિયાન તથા કૃષિ મેળાનું જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિનીબેન પટેલે ખુલ્લો મુકયો હતો.  પલસાણા તાલુકામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની ખેતપેદાશો વેચાણ સહ પ્રદર્શન યોજાયુ હતું.



આ પ્રસંગે રેવા સાંસ્કૃતિક ભવન ખાતે આયોજીત કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું હતું કે, આપણા વડીલો મિલેટ્સ પાકોનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા જેથી તેઓ આજે પણ તંદુરસ્ત છે. બાજરી, જુવાર, જવ, રાગી જેવા આપણા ધાન્યો અનેક પોષકતત્વોથી ભરપૂર અને શક્તિદાયક છે, પાચનમાં પણ મદદરૂપ છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી કેન્સર જેવા અસાધ્ય રોગોનુ પ્રમાણ વધ્યું છે જેથી પ્રાકૃતિક ખેતી અપનાવી આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવાની હિમાયત કરી હતી. શ્રી અન્નએ લોકલ પ્રાકૃતિક પાક છે જે ઓછા પાણી સામે તેમજ બદલતા જળવાયું સામે ટકી રહેવાની ક્ષમતા ધરાવે છે એટલે શ્રી અન્નની ખેતી કરવા ખેડૂતોને અનુરોધ કર્યો હતો



મિલેટ્સ પાકોમાં પ્રાકૃતિક કૃષિનું મહત્વ અને તેનો વૈજ્ઞાનિક અભિગમ વિષે જાણકારી આપતા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, સુરતના વડા અને વરિષ્ઠ વૈજ્ઞાનિકએ રાસાયણિક ખેતીનો વિવેકપુર્ણ ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો. કોઈ પણ ખેડુતોએ આધુનિક ખેતી પધ્ધતિની તાલીમ લેવા પોતાનો સંપર્ક સાધવા જણાવ્યું હતું. મિલેટ્સ પાકોનો ખોરાકમાં ઉપયોગ કરવાની હિમાયત તેમણે કરી હતી. આ અવસરે જિલ્લા ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા સમગ્ર દેશમાં આંતર રાષ્ટ્રીય મિલેટ્સની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા હલકા ધાન્ય પૌષ્ટિકથી ભરપુર છે. નવી પેઢી મિલેટ્સને ખોરાકમાં ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો હતો.



પલસાણા તાલુકાના અંભેટી ગામના પ્રાકૃતિક ખેતી કરતા કમલેશભાઈએ ખેતીપાકોમાં વ્હાઈટ ફલાયના ઉપદ્રવને અટકાવવા માટે ઉપાય વિશે જણાવ્યું કે, ૨૦૦ લિટરના ડ્રમમાં ફળાઉ ઝાડની નીચેની ૨૦ કિલો માટી ભેળવવી. તેમાં બે દિવસનું ગોળનું પાણી ભેળવી દિવસમાં ઉપર નીચે હલાવી મિશ્રણ કરવું. ૨૪ કલાક બાદ છંટકાવ કરવાથી ખુબ સારુ પરિણામ મળતુ હોવાનું જણાવ્યું હતું. આ કૃષિ મેળામાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોના ઉત્પાદનો, અંગણવાડીની બહેનો દ્વારા મિલેટ્સમાંથી બનાવેલ વાનગીઓ, ખેતીવાડી તથા બાગાયતના સ્ટોલ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application