ઉચ્છલનાં જામકી ગામમાં જમીન મામલે થયેલી મારામારીમાં લોખંડના સળીયા ઉછળ્યા હતા તેમજ મારામારી તથા જાનથી મારી નાંખવાની ધમકી આપનાર છ ઈસમો સામે ઈજાગ્રસ્તે ઉચ્છલ પોલીસ મથકે ફરીયાદ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઉચ્છલનાં જામકી ગામમાં જુનો સર્વે નં.૩૭ પૈકી ૧ તથા નવો સર્વે નં.૨૪ વાળી જમીન બાબતે વર્ષોથી અર્જુનભાઈ ચેમટીયાભાઈ ગામીત તથા કૃષ્ણભાઇ ગામીતના પરિવારજનો વચ્ચે જમીનનો વિવાદ ચાલી રહ્યો છે. જે મુદ્દે કોર્ટમાં દાવા ચાલુ છે, જેનો નિકાલ આવ્યો નથી.
જમીનની તકરાર મુદ્દે તા.૧૮-૩-૨૫ નારોજ ભડભુજાં ચાર રસ્તા ખાતે સુરજભાઈ રમેશભાઈ ગામીત તથા પ્રભુદાસ બાલીયાભાઈ ગામીત અને આશિષભાઈ અર્જુનભાઈ ગામીત ત્રણેય આવીને કૃષ્ણભાઈ બાપુભાઈ ગામીતને લાફા મારવાનું ચાલુ કરતા જેમને છોડાવવા વચ્ચે પડેલા રામસીંગભાઈને પણ ડાબી આંખની ઉપર કપાળના ભાગે ઈજા પહોંચાડી હતી. ત્યારબાદ કૃષ્ણભાઈ ના દિકરા અતુલને સામાપક્ષના પ્રભુદાસ અને અર્જુનભાઈએ નીચે પાડીલાતો વડે માર મારવા લાગતા જેને છોડાવવા ગયેલા કૃષ્ણભાઈને લોખંડના સળીયાથી ડાબા પગના ઘુંટણના ભાગે તથા જમણા હાથની કોણીથી કાંડાના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. મારામારી દરમિયાન રમેશભાઈએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. કૃષ્ણભાઈ ગામીતે ફરિયાદ નોંધાવતા ઉચ્છલ પોલીસે મારામારી, જાનથી મારી નાંખવાની ધમકી અને જિલ્લા મેજી.ના જાહેરનામાંનો ભંગ કરવા બદલ અર્જુનભાઈ ચેમટીયાભાઈ ગામીત, પ્રભુદાસ બાલીયાભાઈ ગામીત, સુરજભાઈ રમેશભાઈ ગામીત, આશિષભાઈ અર્જુનભાઈ ગામીત, રમેશભાઈ ચેમટીયાભાઈ ગામીત સામે ગુનો દાખલ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500