Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પાંખરી ગામ પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત : એકનું મોત, ચાર ઘાયલ

  • March 20, 2025 

ઉચ્છલના પાંખરી ગામ પાસે થાર અને અર્ટિગા ગાડી વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો, આ અકસ્માતની ઘટનામાં એકનું વ્યક્તિનું મોત નિપજ્યું છે,જયારે ચાર જેટલા લોકોને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ થતા તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તારીખ ૧૯મી માર્ચ નારોજ સોનગઢ આરટીઓ ચેકપોસ્ટ નજીક એટલે કે, ઉચ્છલના પાંખરી ગામ નજીક આરટીઓ ચેકપોસ્ટના કટ પાસે એક અર્ટિગા ગાડીના ચાલકે વળવા માટે પોતાની કબજાની ગાડીને ટન મારતા સામેથી આવતી એક લક્ઝુરીયસ ગાડી થાર નંબર એમએચ/૩૯/ઈજી/૭૮૬૬, અર્ટિગા ગાડી સાથે ધડાકાભેર અથડાઈ હતી.


અકસ્માત એટલો ભયંકર હતો કે,આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવી આવ્યા હતા. આ અકસ્માતના બનાવમાં અર્ટિગા ગાડી નંબર જીજે/૨૬/એબી/૬૩૧૭માં સવાર બાબુભાઈ નાનજીભાઈ ચૌધરી (ઉ.વ.૬૫), સંદીપ છગનભાઈ ચૌધરી, ગણેશ માધુભાઈ ચૌધરી અને નરેન્દ્ર હસમુખભાઈ ચૌધરી (તમામ રહે.ધાડ ગામ, ઉપલું ફળિયું તા.વ્યારા)નાં હોવાનું જાણવા મળ્યું હતું, અકસ્માતમાં બાબુભાઈ નાનજીભાઈ ચૌધરીનું મોત નિપજ્યું હતું, જયારે અન્ય લોકોને નજીકની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનવા અંગે ઉચ્છલ પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application