Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આજથી ચારધામ યાત્રાનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ : કેદારનાથનાં કપાટ તારીખ 2 મે અને બદ્રીનાથધામનાં કપાટ તારીખ 4 મેના રોજ ખોલવામાં આવશે

  • March 20, 2025 

ચારધામ યાત્રા માટેનું આધાર કાર્ડ આધારિત ઓનલાઈન રજીસ્ટ્રેશન આજથી શરૂ થઈ ગયું છે. આ યાત્રા તારીખ 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. આ યાત્રા તારીખ 30 એપ્રિલે ગંગોત્રી અને યમુનોત્રી ધામના દરવાજા ખોલવાની સાથે શરૂ થશે. કેદારનાથના કપાટ 2 મે અને બદ્રીનાથ ધામના કપાટ 4 મેના રોજ ખોલવામાં આવશે. મળતી માહિતી મુજબ, આ વખતે ચારધામ યાત્રા માટે માત્ર 60 ટકા રજીસ્ટ્રેશન ઓનલાઈન થશે, જ્યારે 40 ટકા રજીસ્ટ્રેશન ઓફલાઈન હશે.


ચારધામ યાત્રા નિકળતા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે રજીસ્ટ્રેશન કેન્દ્રો યાત્રાના પ્રથમ 15 દિવસ 24 કલાક ખુલ્લા રહેશે. આ સાથે વિભાગ હરિદ્વાર અને ઋષિકેશ સહિતના પ્રવાસ માર્ગો પર રજીસ્ટ્રેશન કેન્દ્રોની સંખ્યામાં પણ વધારો કરશે. ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવવા માટે ભક્તોએ સત્તાવાર વેબસાઇટ https://registrationandtouristcare.uk.gov.in/ ની મુલાકાત લેવી પડશે. હેલી સેવા માટેની ટિકિટ heliyatra.irctc.co.in પરથી બુક કરી શકાય છે. ચારધામ યાત્રા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે પહેલા સત્તાવાર વેબસાઈટ પર જાઓ. તેમાં રજીસ્ટર અથવા લોગિન (નોંધણી) પર ક્લિક કરો.


હવે મોબાઈલ નંબરની મદદથી લોગીન કરો. આ પછી, નામ, રાજ્ય અને આધાર કાર્ડની વિગતો જેવી બધી જરૂરી માહિતી ભરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો. ગયા વર્ષ યાત્રા દરમિયાન, મસૂરી કેમ્પ્ટી રોડ પર પ્રવાસી વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવો પડ્યો હતો. આ ઉપરાંત ગંગોત્રી અને યમુનોત્રી ધામમાં મોટી સંખ્યામાં વાહનો આવતાં અરાજકતા સર્જાઈ હતી. જેના કારણે મુસાફરોને ટ્રાફિક જામની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. તેમજ કટાપત્થર ચેકપોસ્ટ પર પાણી અને અન્ય સુવિધાઓના અભાવે યાત્રાળુઓએ હોબાળો મચાવ્યો હતો. જેને ધ્યાનમાં રાખીને આ નવી વ્યવસ્થા કરવામાં આવી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application