ગાંધીનગરનાં ટીંટોડા ફાટક નજીકનાં રોડ પરથી પસાર થતી રીક્ષાની આગળનું ટાયર અચાનક નીકળી જતાં ચાલકે કાબુ ગુમાવી દેતાં રીક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી. જોકે આ અકસ્માતમાં રીક્ષા ચાલક તેમજ માતા પુત્રને ગંભીર ઈજાઓ થતાં ત્રણેયને ગાંધીનગર સિવિલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં વૃદ્ધાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજતા પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, અમદાવાદના દેત્રોજ તાલુકાના રતનપુરા ગામનો 32 વર્ષીય ચંદુભા બળવંતસિંહ સોલંકી ખેતીકામ કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે. જેની માતા જામબાની ગાંધીનગર સિવિલમાં સારવાર કરાવવા સવારે ચંદુભા તેના ભાભી લીલાબા સોલંકી અને અનુબા ગોપાલસંગ સોલંકી સાથે ગામના દલપતસંગની સીએનજી રિક્ષામાં રતનપુરાથી ગાંધીનગર આવવા નીકળેલ હતો.
તે દરમિયાન આશરે સાડા દસેક વાગ્યે ટીંટોડા ફાટકથી આગળ આવતા અચાનક રીક્ષાનું આગળનું ટાયર નીકળી જતાં રીક્ષા પલ્ટી ખાઇ ગઈ હતી. જેનાં કારણે ચંદુભાને ડાબા પગ ઉપર ઇજાઓ થયેલ તેમજ તેની માતા જામબાને માથાના ભાગે તથા ખભાના ભાગે તથા બંને પગે ઇજાઓ થતા લોહી લુહાણ થઇ ગયા હતા. જ્યારે રીક્ષા ચલાવનાર દલપતસંગ પ્રહલાદસંગ સોલંકીને પણ ડાબા હાથે ઇજાઓ થઇ હતી. તેમજ તેના બંને ભાભીને કોઈ ઈજાઓ થઈ ન હતી. જયારે આ અકસ્માતનાં પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ 108 મારફતે ત્રણેયને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન જામબાનું મોત નીપજ્યું હતું. અકસ્માત અંગે પેથાપુર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application