ગાંધીનગરમાં સેક્ટર-21 પોલીસ દ્વારા ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યુ હતું તે દરમિયાન સેક્ટર-24માં આદર્શ નગરમાં એક શખ્સ લીંકનાં આધારે ઓનલાઇન ક્રિકેટ સટ્ટો રમતો હોવાની માહિતી મળવાના પગલે પોલીસે સ્થળ પર પહોંચીને વાવોલમાં સંકલ્પ સોયલ બંગલા નંબર 19માં રહેતા દિનેશ ચતુરભાઇ વાળંદને પોલીસે ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 39,470 રોકડા મળી આવ્યા હતાં. પોલીસે તેના મોબાઇલની તલાસી લેતા તેમાંથી ક્રિકેટનો ઓનલાઇન સટ્ટો રમવા માટેની રાધે એક્સચેન્જ નામની લીંક મળી આવી હતી.
જોકે પોલીસે લીંક મોકલનાર સંબંધમાં પૂછપરછ કરતાં આરોપીએ સેક્ટર-25માં સુર્યનારાયણ સોસાયટીમાં રહેતા અશ્વિનસિંહ મેરૃભા વાઘેલાનું નામ આપતાં પોલીસ આરોપીને સાથે જ લઇને સુર્યનારાયણ સોસાયટીમાં પહોંચી હતી અને અશ્વિનસિંહની ધરપકડ કરીને તેની પાસેથી રૂપિયા 9 હજાર રોકડા જપ્ત કરવાની સાથે તેના મોબાઇને તપાસતાં તેમાંથી પણ રાધે એક્સચેન્જ નામની લીંક મળી આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application