Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

Arrest : કારમાંથી દારૂનાં જથ્થા સાથે શખ્સ ઝડપાયો

  • November 13, 2022 

ગાંધીનગર શહેરનાં સેક્ટર-2 પાસે પોલીસે કારમાં વિદેશી દારૂનાં જથ્થા સાથે બોરીજનાં શખ્સને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી અનુસાર, ગાંધીનગર પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, સેક્ટર-2 સ્વામિનારાયણ મંદિર પાસેથી પસાર થતી કારમાં એક શખ્સ વિદેશી દારૂનો જથ્થો લઇ જઇ રહ્યો છે.

જે બાતમીને પગલે વોચ ગોઠવીને સેક્ટર-2નાં કટ પાસેથી આ કારને ઝડપી લેવામાં આવી હતી અને તેમાં સવાર બોરીજનાં ઠાકોર વાસમાં રહેતા વિનોદ રામચરણ વાલ્મીકીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેમજ કારમાં તપાસ કરતા વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની 8  બોટલ મળી આવી હતી પોલીસે દારૂ અને કાર મળીને 80 હજાર રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને આ જથ્થો ક્યાંથી લવાયો હતો અને કોને આપવાનો હતો તે અંગે પણ પુછપરછ શરૂ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application