ગાંધીનગરનાં માણસા તાલુકાના પાટણપુરા ગામે રાવળ વાસમાં રહેતા 23 વર્ષીય પિયુષકુમાર મહેશભાઈ રાવળ તથા તેમનો કાકા નો પુત્ર તીર્થકુમાર મુકેશભાઈ રાવળ ગતરોજ બપોરે તેમનું બાઈક લઈ ગામમાંથી માણસા વિજાપુર હાઈવે રોડ પર ગયા હતા અને ત્યાંથી બપોરે અઢી વાગે ગામમાં પરત આવતી વખતે બાઈકના ચાલક પિયુષભાઈએ લઘુશંકા માટે બાઈક ઉભું રાખ્યું હતું અને તે વખતે પાછળ બેઠેલ તીર્થકુમાર બાઈક પાસે ઉભો રહ્યો હતો અને તે સમયે વિજાપુર તરફથી રોંગ સાઈડમાં આવી રહેલ ટ્રકના ચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે ચલાવી બાઈકની પાસે ઊભા રહેલા તીર્થને અડફેટે લઈ જોરદાર ટક્કર મારતા યુવક રોડ પર પટકાયો હતો અને અકસ્માતને કારણે માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતની જાણ થતા આજુબાજુથી દોડી આવેલા લોકોએ તાત્કાલિક 108ને જાણ કરી હતી. પરંતુ યુવકનું મોત થયું હોવાથી તેને પી.એમ. માટે માણસા સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો જે બાબતે મૃતક ના પિતરાઈ ભાઈ પિયુષભાઈ મહેશભાઈ રાવળે અકસ્માત સર્જી મોત નીપજાવી ભાગી છૂટનાર ટર્બો ટ્રકના ચાલક વિરુદ્ધ માણસા પોલીસ સ્ટેશને ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application