સુરત જીલ્લાના પીપોદરા હાઈવે પરના બ્રિજ પર સિમેન્ટ ભરેલી ટ્રકમાં આગ લાગતા મુખ્ય રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કોસંબા પોલીસની હદમાં સિમેન્ટ ભરેલી બંધ બોડીની ટ્રક નંબર જીજે/૩૪/ટી/૫૫૭૭ પીપોદરા નેશનલ હાઈવે નંબર-૪૮ બ્રિજ પર કામરેજથી અંકલેશ્વર માર્ગ પરથી પસાર થઈ રહી હતી.
જે દરમિયાન ટ્રકનાં ટાયરો ગરમ થઇ જવાનાં પગલે ટ્રકના ટાયરોમાં આગ લાગી હતી. આ બનાવના પગલે હાઇવેના મુખ્ય રસ્તા પર ટ્રાફિક જામની સ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે ટ્રકના ચાલક શંકર બાંધેલે સમયસૂચકતા વાપરી ટ્રકને બ્રિજની સાઇડે ઊભી રાખી દઇ ફાયર સૂત્રોનો સંપર્ક કરતા કામરેજ ફાયર બ્રિગેડની ટીમ બનાવના સ્થળે દોડી આવી હતી. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી ટ્રકનાં ટાયરોમાં લાગેલી આગને બુઝાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.(File Image)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application