વ્યારામાં વિતેલા વર્ષમાં બિલ્ડરની જાહેરમાં થયેલી હત્યા મામલે તેની પત્નીએ વ્યારા જુના બસ સ્ટેન્ડ પાસે ઉભેલા બિલ્ડર વિજય પટેલ સાથે ગાળાગાળી કરી તથા કારનાં કાચ તોડી નાંખ્યાની ઘટનામાં ત્રણ વ્યકિતઓ સામે પોલીસ ફરીયાદ થઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા નગરમાં સુકન બંગ્લોઝ, રામજી મંદિરની પાછળ રહેતા વિજયભાઈ મનસુખભાઈ પટેલે આજરોજ ત્રણ વ્યકિતઓ સામે ફરિયાદ કરતા જણાવ્યું છે કે, ગત તારીખ ૧૮/૧૨/૨૦૨૪ નાંરોજ રાતના સમયે જુના બસ સ્ટેન્ડ નજીક સોનાલી રેસ્ટોરન્ટ પાસે તેના મિત્ર સાથે જેઓ વાતચીત કરતા હતા.
તે દરમિયાન મમતા નીધીશ શાહ (રહે.રાયકવાડ સ્ટ્રીટ,વ્યારા) પોતાની કારમાં આવી હતી. તેમજ કારનો કાચ ઉતારી તેણી વિજય પટેલને ગાળો આપવા લાગી હતી. તેણે કહ્યું કે, તે જ મારા પતિને મારી નંખ્યો છે અને મેં પણ તને જાહેરમાં જ મારી નાંખીશ, તારા જામીન તો રદ્ કરાવીને રહીશ. અન્ય આરોપી પ્રિતુલ અતુલભાઈ શાહએ પોતાના હાથમાં લોખંડનો હથોડો લઈ તથા પ્રીતિ મનુભાઈ શાહે પોતાના હાથમાં બેસબોલનો દંડો લઈ વિજયભાઈને ગાળો આપી, આજે અમે લોકો તને પતાવી દઈશું એવું કહી હથોડા વડે વિજય પટેલની ફોરચુનર ફોરવ્હીલનો કાચ તોડી નાંખી નુકસાન પહોંચાડયું હતું જે અંગેની ફરિયાદ વિજય શાહ નાંએ પોલીસ મથકે કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500