સુરત જિલ્લાના માંગરોળનાં વાંકલ ગામે ઇંટના ભઠ્ઠા પર કામ કરતા બે કામદારો વચ્ચે પૈસાની લેતી દેતીમાં ઝઘડો થયો હતો. ઉશ્કેરાયેલા મજૂરે સાથી મજૂર પર પાવડાથી હુમલો કરી કાન કાપી નાંખી કરંટ આપી હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ પોલીસની હદમાં આવેલા વાંકલ ગામે માતંગી ઇંટ બનાવતા ભઠ્ઠાનાં કમ્પાઉન્ડનાં રૂમમાં નેબુલાલ ચંદુલાલ નિશાદ મુળ રહે યુપી સાથે કામ કરતા લટ્ટુકુમાર હરેરામ શાહ મુળ રહે યુપી સાથે રહી ટાઇલ્સ ફ્લોરીંગનું કામ કરતા હતા.
જોકે બંને કારીગરોને દારૂ પીવાની ટેવ ધરાવતા હતા. દારૂનાં નશામાં ધૂત બંને મજૂર મિત્રોને હિસાબનાં રૂપિયાની લેતી દેતી મામલે ઝઘડો થયો હતો. જોકે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધુ હોય તેમ નજીવી બાબતે થયેલા ઝઘડામાં ઉશ્કેરાયેલા લầકુમારે નેબુલાલનાં માથાનાં ભાગે તિક્ષ્ણ પાવડાનો ઘા મારી કાન છુટો કરી દીધો હતો. જોકે તેનાંથી પણ વાજ નહીં આવેલા લર્દૂકુમારે બર્બરતાની તમામ હદ વટાવી નેબુલાલને કરંટ આપી મરે નહીં ત્યાં સુધી વિજળીનાં ઝટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. જોકે મરી ગયેલ નેબુલાલની લાશને રૂમની બહાર મુકી લફૂ કુમાર બિન્દાસ સુઈ ગયો હતો. જોકે સમગ્ર ઘટનાની જાણ ભઠ્ઠા માલીકને માલુમ પડતા તેઓ દ્વારા માંગરોળ પોલીસને જાણ કરતા હરકતમાં આવેલી પોલીસે બનાવનાં સ્થળે દોડી જઈ મૃતક નેબુલાલનો કબ્જો લઇ આરોપી નેબુલાલ વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application