વલસાડનાં જૂજવા ગામે લગ્નપ્રસંગમાં આવેલ ધોબીતળાવ વિસ્તારમાં રહેતા યુવક અને પોબીતળાય પાસે રહેતા માથાભારે ઈસમ સહિતનાં સાગરીતો વચ્ચે નાચવા બાબતે તકરાર થઈ હતી. જે બાબતની અદાવત રાખીને માથાભારે ઈસમ રાહિતના સાગરીતોએ ધોબીતળાવના યુવાનને લાકડી અને પથ્થરો વડે મારમારી કરી ગંભીર ઈજા પહોંચાડી હતી. એટલું જ નહિ આતંક મચાવનાર માથાભારે ઈસમે ભોગ બનનાર યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વલસાડનાં જુજવા ગામનાં માતા ફળિયાનો મૂળ રહીશ વિજય સુરેશભાઈ પટેલ ધોબિતળાવ સ્થિત વેલકમ બેકરી પાસે રહે છે ત્યારે વિજય જુજવાગામના મિક્ષ ફળિયામાં લગ્નપ્રસંગમાં હાજરી આપવા માટે ગયો હતો.
તે સમયે લગ્નપસંગમાં હાજર અને વલસાડના ધોબીતળાવ પાછળ સિટી પેલેસ પાસે સહેના ગૌરવ ઉઠે ગઉં ધીરુભાઈ પટેલ અને તેના સાગરીતો કુણાલ વિકાસભાઈ પટેલ અને દેવલાભાઈ નામના ઈસમ અને વિજય વચ્ચે ડીજેના તાલે નાચવા બાબતે તકરાર થઈ હતી. જે બાબતથી ભૂરાટા બનેલા ગૌરવે વિજયને જમીન પર પાડી દીધા બાદ ત્રકોએ વિજય ઉપર છુટા પથ્થરો વડે હુમલો કર્યો હતો. ત્રણ પૈકીના દેવલા નામના ઈસમે લાકડી વડે વિજયના માયા અને શરીરના ભાગે હુમલો કરી. ગંભીર ઇજા પહોંચાડી આતંક મચાવ્યો હતાં. એટલું જ નહિ માથાભારે ઈસમ ગૌરવ સહિતના સાગરીતોએ વિજયને જો તે એકલો જોવા મળશે તો જાનથી મારી નાંખશે તેવી ધમકી આપી હતી. ઈજાગ્રસ્તને સારવાર માટે વલસાડની સિવિલમાં લઈ જવાયો હતો. આ બાબતે વિજય પટેલે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application