Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

મણિપુરનાં ઉખરુલમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા : ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી

  • February 04, 2023 

મણિપુરનાં ઉખરુલમાં આજરોજ સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે સવારે લગભગ 6:14 વાગ્યે આ આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ ભૂકંપના કારણે કોઈ જાનહાની કે સંપત્તિના નુકસાનની પુષ્ટિ નથી કરી. આ અગાઉ દિલ્લી-NCR સહિત ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરાખંડના ઘણા ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.





ઉત્તર પ્રદેશનાં શામલીમાં શુક્રવારે મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.2 હતી. આ અગાઉ 31 જાન્યુઆરીએ પણ મણિપુરમાં સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ વખતે તેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી. ભૂકંપની માહિતી આપનાર નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ જણાવ્યુ કે મણિપુરનુ કામજોં આ ભૂકંપનુ કેન્દ્ર રહ્યુ. ભૂકંપના આ ઝટકા સવારે 10:19 વાગ્યે અનુભવાયા હતા અને રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 4.5 રહી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application