મનિષા એસ. સુર્યવંશી/તાપી : વાલોડનાં કલમકુઈ ગામની સીમમાં ઓગણીસ આંબા ફળીયાથી નિશાળ ફળિયા તરફ જવાના રોડ ઉપર એક બાઈક ચાલકે પોતાના બાઈક પરનો કાબુ ગુમાવી દેતાં પાણીનાં કોતરડામાં બાઈક પાડી દેતાં ચાલકને ગંભીર ઈજા પહોંચતા તેમનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, વાલોડનાં કલમકુઈ ગામનાં તાડ ફળિયામાં રહેતા ઈશ્વરભાઈ શામાભાઈ ગામીત (ઉ.વ.૫૦., મૂળ રહે.બાલ્દા ગામ, તા.બારડોલી, જિ.તાપી)નાઓ ગત તારીખ ૦૨/૧૨/૨૦૨૪નાં રોજ પોતાના કબજાની બાઈક જીજે/૧૯/આર/૦૧૩૩ને લઈ તેમના ઘરે કલમકુઈ ગામે જઈ રહ્યા હતા. તે સમયે કલમકુઈ ગામની સીમમાં ઓગણીસ આંબા ફળીયાથી નિશાળ ફળિયા તરફ જવાના રોડ ઉપર ગરનાળા પાસે પોતાના કબ્જાની બાઈક પુરઝડપી અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઈક પરનો કાબુ ગુમાવી દેતાં ગરનાળાની બાજુમાં પાણીનાં કોતરડામાં બાઈક પાડી દીધી હતી જેથી બાઈક ચાલક ઈશ્વરભાઈને જમણી આંખ પાસે તથા મોઢા ઉપર ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે જીજ્ઞેશભાઈ રબારીનાંએ તારીખ ૦૩/૧૨/૨૦૨૪નાં રોજ અકસ્માત અંગે વાલોડ પોલીસ મથકે જાણ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application