વ્યારા નગરમાં કે.બી.પટેલ હાઈસ્કૂલની બાજુમાં ગરમ કપડાના વેચાણ માટેનો સ્ટોલ હિતીનભાઈ જયંતભાઈ રાઠોડ (ઉ.વ.૩૨)એ લગાવ્યો હતો. જોકે ગત તારીખ ૧૪/૧/૨૦૨૫ નારોજ જેઓ સ્ટોલ બંધ કરી પોતાના ઘરે જતા રહ્યા હતા. ત્યારબાદ રાત્રિ દરમિયાન કોઇક અજાણ્યાએ સ્ટોલ (દુકાન)માં પ્રવેશ કરી ગરમ કપડાના માલ-સામાન ફંફોસી જેમાંથી ૧૪ જેકેટ જેની કિંમત રૂપિયા ૧૬,૮૦૦/-ની ચોરી ગયા હતા. ઘટના અંગે હિતીનભાઈ રાઠોડએ અજાણ્યા ચોર ઈસમ વિરુધ ગુનો નોંધવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application