Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારાના ઉજ્જીવન બેંકનાં કર્મચારીએ લોનધારકોનાં રૂપિયા ચાઉં કર્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • January 10, 2025 

વ્યારા નગરના ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકમાં સી.આર.ઓ. તરીકે ફરજ બજાવતા કર્મચારીએ ૫૬ જેટલા લોનધારકો પાસેથી હપ્તાનાં નાણાં લીધા બાદ જે ખાતામાં જમાં ન કરાવી બારોબાર વાપરી નાંખ્યા હતાં. આ કર્મચારીને નવેમ્બર ૨૦૨૪માં નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યો હતો. આ કર્મચારીએ રૂપિયા ૫,૪૩,૧૧૯/-ની છેતરપિંડી તથા વિશ્વાસઘાત કરી તેમજ બેંકના અધિકારનો દુરપયોગ કર્યાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે બેંક મેનેજર દ્વારા કરવામાં આવી હતી.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વ્યારા ખાતે અંબિકા પેલેસ ગ્રાઉન્ડ એન્ડ ફર્સ્ટ ફલોર ઉપર ઉજ્જીવન સ્મોલ ફાઈનાન્સ બેંકમાં સી.આર.ઓ.તરીકે ફરજ બજાવતા નચિકેતભાઈ રાજેશભાઈ સરોદે (રહે.દાદરી ફળીયું, વ્યારા)એ ૫૬ લોનધારકોના નાણાં ચાંઉ કર્યાં હતાં. આ કમર્ચારીએ લોન ધારકો પાસેથી ઉઘરાવેલા રૂપિયા જેઓના ખાતામાં ન ભરી વિશ્વાસઘાત-છેતરપીંડી કરી હોવાની ફરિયાદ બેંક મેનેજર પ્રકાશભાઈ માનજીભાઈ ભીટોરા (રહે.સેટેલાઈટ રો-હાઉસ, હનિપાર્ક રોડ, અડાજણ, સુરત)એ કરી છે. તેણે જણાવ્યું છે કે, બેંકના ૫૬ લોનધારકો પૈકી ૩૦ પોકેટીંગ ગ્રાહકોના કુલ રૂપિયા ૧,૩૭,૫૧૩/-ના નિયમિત હપ્તા, ૨ પ્રી કલોઝ પોકેટીંગ ગ્રાહકોના લોન કલોઝ કરવાના હપ્તા રૂ.પ૦૯૮૯ તથા ૧૯ ગ્રાહકોના લોન પોકેટીંગના રૂ.૬,૧૯૧૦૫ તથા ૫ ગ્રાહકોના પર્સલન લોનના રૂ.૩૬૮૧૨ મળી કૂલ ૮,૪૪,૪૧૯ જેટલા રૂપિયા બેંકમાં નચિકેતભાઈ સરોદે જમાં કરાવ્યા ન હતા.


ત્યારબાદ વિજીલન્સ તપાસ દરમ્યાન બહાર આવ્યું કે, તેઓએ બેંકમાં રૂ.૧,૫૧,૩૦૦ રોકડમાં તથા તા.૨૮-૮-૨૦૨૪ રોજ રૂ.૧,૫૦,૦૦૦ રોકડમાં બેંકમાં જમા કરાવ્યા હતા. બાકીના રૂપિયા જમા કરાવ્યા ન હતાં. બેંક તથા લોનધારકો સાથે કુલ રૂ.૫,૪૩,૧૧૯ની છેતરપિંડી અને વિશ્વાસઘાત કરી તેમજ બેંક દ્વારા અપાયેલા અધિકારોનો દુરપયોગ કરી બેંકને આર્થિક નુકસાન પહોંચાડવાનો ગુનો ફેબ્રુઆરી ૨૦૨૨થી જુન ૨૦૨૪ દરમ્યાન કર્યો હતો. તેમને ગત નવેમ્બર ૨૪ એ ફરજ મોકુફ કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application