Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉમરપાડાના ગુલીઉમર ગામના શખ્સને નજીવી બાબતે મારમાર્યાની ફરિયાદ નોંધાઈ

  • January 16, 2025 

સુરતના ઉમરપાડાના ગુલીઉમર ગામે નિશાળ ફળિયામાં રહેતા ૪૧ વર્ષીય રતિલાલભાઈ ગંભીરભાઈ વસાવા ખેતીકામ કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રતિલાલભાઈ ઘરેથી મોટરસાઇકલ લઇને કોલવાણ દૂધ મંડળી ઉપર જઇ રહ્યા હતા. તે દરમિયાન ૮ ઈસમોએ ઈકો ગાડીમાં આવી રતિલાલભાઈને રસ્તામાં રોકી લીધા હતા. આ ૮ ઇસમો પૈકી મહેશ જયસિંગ વસાવાએ રતિલાલભાઈ પાસે આવીને ગામના બધા માણસો દૂધ મંડળીમાં દૂધ ભરે છે તો તું અમારા દૂધમાં જ પાણીનું ભેળસેળ કેમ કાઢે છે, તેમ જણાવી બોલાચાલી કરી હતી.


જોકે રતિલાલભાઈએ હું મારી રીતે તમારા દૂધમાં કોઈ ખોટ કે પાણીનું ભેળસેળ કાઢતો નથી, પરંતુ કોમ્પ્યૂટર મશીનમાં તમારા દૂધનું ફેટ ઓછું આવે છે અને હલકી ગુણવત્તા બતાવે છે તેવું જણાવતા ઉપરોક્ત તમામ ઇસમોએ ઉશ્કેરાઈ જઈ ઈકોમાંથી લાકડી કાઢી રતિલાલને સપાટા મારવા લાગ્યા હતા. રતિલાલભાઈએ બૂમાબૂમ કરતા તેઓ જાનથી મારી નાંખીશું એવી ધમકી આપી ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે રતિલાલભાઈએ મહેશ જયસિંગ વસાવા, વિનેશ પ્રભુ વસાવા, નગીન ગનજી વસાવા, પ્રેમ મહેશ વસાવા, સુરેશ પ્રભુ વસાવા, જીજ્ઞેશ માધવ વસાવા, પ્રભુ મોવલિયા વસાવા અને પ્રવીણ (તમામ રહે.કોલવાણ ગામ, તા.ઉમરપાડા, સુરત) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application