Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ખંભાળિયાના ભાડથર ગામે ખેડૂત સાથે છેતરપીંડી થયાની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ

  • January 31, 2025 

ખંભાળિયા તાલુકાના ભાડથર ગામના એક ખેડૂતના ખાતામાંથી ચેક મારફતે યેનકેન પ્રકારે પરપ્રાંતિય શખ્સ દ્વારા રૂપિયા ૭.૫૨ લાખ ઉપાડી લઈ, અને છેતરપિંડી આચર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.


સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ખંભાળિયા તાલુકાના શેઢા ભાડથર ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા દેશુરભાઈ રામશીભાઈ આંબલીયા નામના ૪૮ વર્ષના યુવાનના પિતા રામશીભાઈ વકાભાઈ આંબલીયાના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની ખંભાળિયા શાખામાં આવેલા ચોક્કસ નંબરના ખાતાનો સહી કરીને કેન્સલ કરેલો એક ચેક તેમણે કોઈ જગ્યાએ બેક ખાતાની વિગત આપવા માટે આપ્યો હતો. આ ચેકને જગતે પથરે દમાલ નામના કોઈ શખ્સ દ્વારા સંભવિત રીતે અન્ય શખ્સોની મદદગારીથી મેળવી લઈને પોતાના બેંક ઓફ બરોડાના ખાતામાં વટાવી, અને આ ચેક દ્વારા રૂપિયા ૭,૫૨,૩૦૦ની રકમ રામશીભાઈ આંબલીયાના ખાતામાંથી ઉપાડી લીધી હતી. આ રીતે આરોપી જગતે પથરે તેમજ અન્ય શખ્સો દ્વારા છેતરપિંડી કરવા સબબની ફરિયાદ દેશુરભાઈ રામશીભાઈ આંબલિયા દ્વારા અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application