વલસાડ નજીકના એક ગામમાં રહેતી સગીરા અને એક સગીર વચ્ચે દોઢ વર્ષ અગાઉ ફોન પર ઔપચારિક વાતચીત બાદ પ્રેમસબંધો બંધાયા હતા. આ દરમિયાન તેઓ પ્રેમની અંગત પળો સુધી પહોંચ્યો હતો. દોઢ વર્ષ અગાઉ પ્રેમ સબંધો ધરાવતા સગીર વયનું આ પ્રેમપંખીડુ પછી કોઈક કારણોસર વિખુટા પડું હતુ. જે બાદ બંને જણા હાલ પુખ્ત વયનાં થઇ ગયા છે અને તેમનો આગળનો અભ્યાસ પણ ચાલુ છે. દરમિયાન થોડા દિવસ પહેલાજ સગીરા અને તેના સગીર મિત્રનાં અંગત પળોનો એક વીડિયો કોઈ ગૃપમાં ફરતો થયો હતો. જે સગીર તથા સગીરાનાં વાલીઓ સુધી પહોંચતા તેમના પગ નીચેની જમીન સરકી ગઈ હતી. જે બાબતે સગીરાનાં વાલીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application