Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વ્યારા નગરમાં લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર યુવક સામે ગુનો નોંધાયો

  • January 11, 2025 

વ્યારા નગરનાં જુના હાઇવે નજીકમાં રહેતી એક યુવતી જે સપ્ટેમ્બર ૨૦રર દરમિયાન સોશિયલ મીડિયાના ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશનના માઘ્યમથી અર્પિલ રાકેશભાઈ ચૌધરી (રહે.ગણેશ મંદિર પાસે, મઢી-સુરાલી, તા.બારડોલી, જી.સુરત)ના સંપર્કમાં આવતા મેસેજની એકબીજાની નજીક આવ્યા હતા અને મોબાઇલ નંબરની આપ લે થતા, થોડા દિવસ બાદ વ્યારા ગાર્ડનમાં બંને મળ્યા હતા. પ્રેમ થતા અર્પિલે યુવતીને તારી સાથે લગ્ન કરવાનો છું, તેવું વચન આપ્યું હતું. જેથી નવેમ્બર ૨૦૨૨ દરમિયાન સરીતા તેના ઘરે અર્પિલને લઈ ગઈ હતી અને યુવતીએ પરિવાર સાથે ઓળખ કરાવી બંને એકબીજાને પસંદ કરતા હોય અર્પિલ મને રાખવાનો છે એમ જણાવ્યું હતું.


ત્યારબાદ અર્પિલ અવરનવર ઘરે આવીને રોકાતો હતો. તે દરમિયાન લગ્ન કરવાનો વાયદો કરી વારંવાર સબંધ બાંધ્યા હતા. જોકે ગત તારીખ જૂન ૨૦૨૪ દરમિયાન સરીતાએ પ્રેગેન્સી કીટથી ચેક કરતા પ્રેગ્નન્સી રહી ગયાની ખબર પડી હતી. જેથી અર્પિલને ફોન કરી જણાવ્યું હતું. ત્યારબાદ સરીતા, તેની માતા તથા અર્પિલ મળી ત્રણેય જણા વ્યારા ખાતે ખાનગી હોસ્પિટલમાં પ્રેગ્નન્સી ચેક કરાવવા ગયા હતા. જ્યાં ડોક્ટરે ચેક કરી છ માસનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું. ગર્ભ હોવાનું જાણ થતા બે-ચાર દિવસ વાતચીત કર્યા બાદ અચાનક અર્પિલે ફોન ઉપાડવાનું બંધ કરી યુવતી સાથે વાતચીત બંધ કરી હતી.


ગત તારીખ ૮ જૂન ૨૦૨૪ નારોજ યુવતીએ અર્પિલને મળવા મઢી સુરાલી તેના ઘરે ગઈ હતી. જ્યાં પણ અર્પિલે કોઈ વાત કરી ન હતી. દરમિયાન તા.૧૦ જુન ૨૦૨૪ના રોજ યુવતીએ વ્યારા જનરલ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ પણ યુવતીના પરિવારે લગ્ન માટે મનાવવા વારંવાર વાતો કરી હતી. પરંતુ અર્પિલ ચૌધરી લગ્ન માટે તૈયાર નહોતો. હાલ બાળક પાંચ માસનું થયું છે. તેમ છતાં અર્પિલ લગ્ન કરવા તૈયાર ન થતાં બુધવારે યુવતીએ વાલી સાથે વ્યારા પોલીસ મથકે અર્પિલ ચૌધરી સામે લગ્નની લાલચ આપી વારંવાર સંભોગ કરી ફરી લગ્ન ન કર્યાની ફરિયાદ આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application