Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટ્રક અડફેટે આવતાં બાઈક સવારનું ગંભીર ઈજાને કારણે મોત

  • October 09, 2023 

ભરૂચનાં કુકરવાડા ગામના ગોકુલનગર ખાતે રહેતો રામચંદ્ર ગોપાલ વસાવા દવા લેવા માટે પાંચબત્તી ખાતે આવ્યો હતો. જોકે દવા નહીં મળતાં તે પરત ઘરે જતો હોઇ કુકરવાડા જવાના રોડ પર ભાથીજી મંદિર પાસે તેનો મિત્ર મહેબુબ નાશીરખાન પઠાણ (રહે.રોયલપાર્ક સોસયટી, મનુબર ચોકડી) રસ્તામાં મળતાં તેમણે મનુબર ચોકડી સુધી બેસાડી જવા કહેતાં તેમણે તેમના મિત્રને બેસાડી મનુબર ચોકડીએ જઇ રહ્યાં હતાં. તે દરમિયાન મનુબર ચોકડી આવતાં તેઓ તેમની બાઇક જમણી તરફ વાળવા જતાં એક ટ્રક ચાલકે પાછળથી આવી તેમને ટક્કર મારતાં મહેબુબ પઠાણ રોડ પર પટકાયાં હતાં. અરસામાં ટ્રકના ટાયર નીચે ચકદાઇ જવાથી તેમનું સ્થળ પર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે તેમણે ભરૂચ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application