અંકલેશ્વરમાં ઉટીયાદરા ગામે પી.જી.ગ્લાસમાં ગત તા.18મી સપ્ટેમ્બર 2019નાં રોજ ઉટીયાદરા ગામ ખાતે 2012થી બંધ પડેલ પી.જી.ગ્લાસ કંપની મધ્યરાત્રીએ ધાડપાડુ ટોળકી ત્રાટકી હતી. આ ટોળકીએ 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી તેમજ 3ને ગંભીર રીતે ઇજા પહોંચાડી હતી. જયારે ગોપાલકો સાથે સવારે 6 વાગ્યાનાં અરસામાં જે.પી.ગ્લાસ ફેક્ટરી નજીક ઘાસ ચારો એકઠો કરી રહયાં હતાં.
ત્યારે ફેક્ટરીમાંથી મદદની બૂમો સંભળાઈ હતી અને સ્થાનિક યુવાનો કંપની તરફ દોડી ગયા ત્યારે ફેકટરીમાં ખેલાયેલાં ખુની ખેલનો પર્દાફાશ થયો હતો. આ ઘટના ચાર વર્ષ અને 2 મહિના બાદ આખરે સુરત ડીસીબી પોલીસે વધુ બે આરોપીને ઝડપી પાડયાં હતા. મૂળ મધ્યપ્રદેશના અને સુરત કતારગામ ખાતે રહેતા 21 વર્ષીય વિકાસ ઉર્ફે ટકો અને 25 વર્ષીય મનીયો ભીલારેને સુરત થી ઝડપી પાડ્યા હતા. બંને આરોપીને પોલીસ ટ્રાન્સફર વોરન્ટથી અંકલેશ્વર લઇ આવી છે અને તેમની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને કોર્ટમાં રજુ કરી રીમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application