Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડનાં કૈલાશ રોડ પર બે મોપેડ બાઈક સામસામે અથડાતા અકસ્માત, આ અકસ્માતમાં ત્રણ યુવકો ઈજાગ્રસ્ત

  • March 08, 2023 

વલસાડ કૈલાશ રોડ ઉપર એક મોપેડ ચાલક રસ્તો ક્રોસ કરવા જતાં સામેથી ગુંદલાવ તરફથી આવતી અને પુરઝડપે જતી મોપેડ સાથે ધડાકાભેર અથડાતા બંને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જોકે આ અકસ્માતમાં 3 યુવકો ઘાયલ થયા હતા. આમ ત્રણેયને ખાનગી વાહનમાં નજીકની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ, વલસાડ કૈલાસ રોડ ઉપર બે મોપેડ સામસામે અથડાતા અકસ્માત સર્જાયો હતો. ધડાકા સાથે અકસ્માત થતા સ્થાનિક લોકો અને રાહદારીઓ ઇજા ગ્રસ્તોની મદદથી દોડી આવ્યા હતા.







જેમાં એક મોપેડ નંબર GJ/15/DE/3909 અને અન્ય મોપેડ નંબર GJ/15/DR/9257 વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જોકે આ અકસ્માતમાં કુલ 3 યુવકોને ઇજાઓ પહોંચી હતી અને અકસ્માતને લઈ કૈલાશ રોડ ઉપર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક લોકોએ બનાવ અંગે સીટી પોલીસ અને 108ની ટીમને ઘટનાની જાણ કરી હતી. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તોને રિક્ષામાં વલસાડ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઘટના અંગે યુવકોના પરિવારજનોને જાણ થતા તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application