Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કામરેજના પરબમાં નજીવી બાબતે ઉશ્કેરાયેલ ઈસમોએ યુવકને મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી

  • January 24, 2025 

સુરત જિલ્લાના કામરેજના પરબમાં જી.એમ. ટેક્સ્ટાઈલ પાર્કમાં હાથ અડી જવાની નજીવી બાબતે ઉશ્કેરાયેલા ઈસમોએ યુવકને મારમારી વચ્ચે છોડાવવા પડેલા કામદાર પર ચપ્પુ વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો કામરેજ પોલીસ મથકે પહોંચ્યો હતો. આ મામલે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યો હતો. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, કામરેજના પરબગામમા અનેક ઉદ્યોગો ધમધમી રહ્યા છે. જ્યાં કામ કરતા પરપ્રાતિય કામદારો વચ્ચે નજીવી બાબતે અવારનવાર ઝઘડા થતા રહે છે.


આવો જ એક ઝઘડો તાજેતરમાં થયો હતો. હિતેશ નિરજસિંહ (ઉ.વ.૨૩) પરબ ખાતે જી.એમ. ટેકસ્ટાઈલ પાર્ક જયશીયારામ ફેબરીક પ્લોટ નં.૪૨૦થી ૪૨૨માં દિનેશભાઈ દેવશીભાઈ અણઘણના ખાતાના ગ્રાઉન્ડ ફ્લોર પર કામ કરી રહ્યા હતા. આ દરમિયાન હિતેશનો હાથ અજાણતામાં ત્યાં કામ કરતા રાજેશ બંસલાલ કઠેરીયાને અડી ગયો હતો. આવી નજીવી બાબતે ઉશ્કેરાઈ ગયેલા રાજેશ બંસલાલ કઠેરીયાએ ગાળાગાળી અને તેના મિત્રોને બોલાવી ઝઘડો કરી હિતેશને માર મારવા લાગ્યા હતા.


ત્યારે વચ્ચે છોડાવવા પડેલા કામદાર સોહનસિંહને રાજેશના મિત્ર રણજીતે ચપ્પુ વડે પીઠની પાછળના ભાગે ઘા મારી ઢીકમુક્કીનો મારમાર્યો હતો અને ધમકી આપી હતી કે, ‘આજે તો તમે બચી ગયા’ હવે પછી અમારા હાથમાં આવશો તો જાનથી મારી નાંખીશુ. જયારે હુમલો કરી ફરાર થઈ ગયેલા રણજીતકુમાર સોમનાથ ગૌતમ, સુરજીતકુમાર સોમનાથ ગૌતમ, રાજેશ ઉર્ફે બાબાજી બંસલાલ કઠેરીયા (તમામ રહે.પરબ ગામ, પ્લોટ નં.૪૨૦-૪૨૨, પિંકેશભાઈના ખાતામાં પાંચમા માળે, પતરાના રૂમમાં, જી.એમ. ટેક્સ્ટાઇલ પાર્ક, તા.કામરેજ) કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application