સાયલા ચોટીલા હાઇવે પર ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. આઇસર, ટ્રેલર અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં આઈસર ચાલકનું મોત થયું હતું. સાયલાના ડોળીયા આયા ગામ વચ્ચે અકસ્માતમાં આઈસરના આગળના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ત્યારે અકસ્માતના પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટના સ્થળે પોલીસે પહોંચી વાહનોને હટાવી ટ્રાફિક ખૂલ્લો કર્યો હતો. પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના મોકળ ગામના ડ્રાઈવર રમેશભાઈ લાલજીભાઈ શિયાણિયા આઈસર લઈને સાયલા- ચોટીલા હાઈવે પર જઈ રહ્યા હતા.
ત્યારે સાયલાના ડોળિયા આયા ગામ પાસે આઈસર ચાલકને જોકું આવી જતા આઈસર ડિવાઈડર કૂદીને સામેના રોડ પર જતું રહ્યું હતું. જ્યાં આઈસર ટ્રેલર અને કાર સાથે ટકરાતા ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે આઈસરની કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ત્રિપલ અકસ્માતના બનાવમાં આઈસર ચાલક રમેશભાઈ લાલજીભાઈ શિયાણિયાનું ઘટના સ્થળે જ મોત થયું હતું. ઘટનાના પગલે હાઈવે પર પસાર થતા લોકોએ 108 અને સાયલા પોલીસને જાણ કરી હતી. ત્યારે 108 અને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને સાયલા સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી અપાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application