Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સોનગઢનાં દોણ ગામે એક મહિલા દેશી દારૂનું વેચાણ કરતી મહિલા ઝડપાઈ

  • January 13, 2024 

મનિષા એસ. સુર્યવંશી/તાપી : સોનગઢનાં દોણ ગામે એક મહિલા વગર પાસ પરમિટે દેશી દારૂનું વેચાણ કરતી એક મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ પોલીસ સ્ટાફના માણસો ખાનગી વાહનમાં બેસી સોનગઢ પોલીસ સ્ટેશન બીટ નંબર-3 વિસ્તારમાં તારીખ 10/01/2023નાં રોજ પ્રોહી. ગુના અંગે રેડમાં નીકળેલ હતા.



તે દરમિયાન ફરતા ફરતા દોણ ગામનાં નિશાળ ફળિયામાં રહેતી સંગીતાબેન સુરેશભાઈ નાની પોતાના ઘરે દેશી દારૂ બનાવી વેચાણ કરે છે તેવી બાતમી મળતા પોલીસ સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ પહોંચતા રેઈડ કરતા ત્યાં મહિલા હાજર મળી આવતા તેમણે મહિલાનું નામ પૂછતા તેણે પોતાનું નામ, સંગીતાબેન સુરેશભાઈ ગામીત (રહે.દોણ ગામ, નિશાળ ફળિયું, તા.ઉચ્છલ)નાં હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવાની ભટ્ટીનાં સાધનો સહિતનો મુદ્દામાલ કબ્જે કરી ઝડપાયેલ મહિલા વિરુદ્ધ કાદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application