ભારતનાં સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. તેવા શહીદોની સ્મૃતિમાં તારીખ 30મી જાન્યુઆરીને શહીદ દિવસ તરીકે મનાવાય છે. ત્યારે નર્મદા જિલ્લામાં કલેક્ટર કચેરી ખાતે સવારે 11 કલાકે બે મિનીટનું મૌન પાળી અધિકારીઓ/કર્મચારીઓએ શહીદવીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. રાજપીપળામાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે. તેવા શહીદવીરોની સ્મૃતિમાં આજના દિવસને શહીદ દિવસ તરીકે મનાવી સ્વદેશ માટે પ્રાણની આહુતિ આપનારા શહીદવીરોને સવારે 11 કલાકે બે મિનિટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.
સમગ્ર રાજ્યમાં શકય હોય તેટલા પ્રમાણમાં કામકાજની અને વાહનવ્ય વહારની ગતિને બે મિનિટ સુધી બંધ રાખવા ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આહવાન કરાયું હતુ. શહીદવીરોને આજે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાની, જિલ્લા પંચાયત ખાતે જિલ્લા વિકાસ અધિકારી, નર્મદા જિલ્લા વહિવટીતંત્રના અધિકારીઓ અને અન્ય સરકારી કચેરીઓ, પોલીસ અધિક્ષક, મામલતદાર, જેવી અનેક સરકારી કચેરીના કર્મચારીઓએ કલેક્ટર કચેરી ખાતે બે મિનિટનું મૌન પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500